હોમ અમારા વિશે
મેનુ

અમારા વિશે

હીરો મોટોકોર્પ લિ. (અગાઉ હીરો હોન્ડા મોટર્સ લિ.) એ ભારતમાં સ્થિત, વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર્સ ઉત્પાદક છે.

2001માં, કંપનીએ ભારતમાં સૌથી મોટી ટુ-વ્હીલર્સ ઉત્પાદક તેમજ એક કેલેન્ડર વર્ષમાં યુનિટ સેલ્સ વોલ્યુમની દૃષ્ટિએ ‘વિશ્વની નં. 1’ ટુ-વ્હીલર કંપની હોવાની ગર્વાન્વિત સિદ્ધિ હાંસલ કરી હતી. હીરો મોટોકોર્પ લિ.એ આજ દિન સુધી આ સ્થિતિ જાળવી રાખી છે.

વિઝન

હીરો હોન્ડાની કહાની એક સરળ વિઝન સાથે શરૂ થઈ છે- એક હરતાફરતા અને સશક્ત ભારતનું વિઝન, જેની તાકાત તેના ટુ વ્હીલર્સ હોય. હીરો મોટોકોર્પ લિ., કંપનીની નવી ઓળખ, વૈશ્વિક સ્તરે કંપનીના પદચિહ્નો વિસ્તારવા પર નવેસરથી કરાયેલા ફોકસ સાથે વિશ્વસ્તરના મોબિલિટી ઉપાયો પ્રસ્તુત કરવા તરફ તેની વચનબદ્ધતાનો પ્રતિબિંબ દર્શાવે છે.

મિશન

હીરો મોટોકોર્પનું મિશન પોતાના ગ્રાહકોની મોબિલિટીની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરતી વૈશ્વિક સંસ્થા બનવાનું છે, જે ટેકનોલોજી, સ્ટાયલિંગ અને ગુણવત્તામાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરે જેથી તે પોતાના ગ્રાહકોનું તેની બ્રાન્ડ એડવોકેટ્સમાં રૂપાંતરણ કરે. કંપની તેના લોકોને સતત જોડાયેલા રહેવાનું વાતાવરણ પૂરું પાડશે જેથી તેઓ તેમની ખરી ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શકે. તે પોતાના ભાગીદારો સાથે મૂલ્ય સર્જન અને સંબંધોના સુદૃઢીકરણ પર પોતાનું ફોકસ આપવાનું ચાલુ રાખશે.

કોર વેલ્યૂ

અખંડતા

નૈતિક સિદ્ધાંતોનું અનુસરણ

હ્યૂમિનિટી

ઉદ્ધતાઈનો અભાવ, નવા વિચારો, ઈનોવેશન્સ અને લર્નિંગ અપનાવવા દિમાગી મોકળાશ

ટીમવર્ક દ્વારા સર્વોત્તમતા

અમારાં તમામ પગલાં, પ્રોડક્ટ્સ અને સર્વિસીઝમાં પરફેક્શન દ્રઢતાનો આગ્રહ અને ખેવના

ગતિ

તમામ પગલાંમાં પ્રત્યુત્તરતા, અમલ કરવાની ક્ષમતા, યોજના અમલ કરવાની કુશળતા

આદર

વડીલો, સિનિયરો, ભૌતિકતામાં દરેક મૂલ્યવાન, આધ્યાત્મિક અને બૌદ્ધિક જગત, સિસ્ટમ પરત્વે, પ્રોસેસ અને મૂલ્યો પ્રત્યે

વ્યૂહ

હીરો મોટોકોર્પનો ચાવીરૂપ વ્યૂહ ભિન્ન કેટેગરીઓમાં પણ એક તીવ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયોનું નિર્માણ કરવું, વૈશ્વિક સ્તરે વૃદ્ધિની તકો ચકાસવી, પોતાની વહીવટી કાર્યક્ષમતાને સતત સુધારવી, ગ્રાહકો સુધી પોતાની પહોંચને આક્રમકતા સાથે વિસ્તારવી, બ્રાન્ડ સર્જન પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખવું અને ગ્રાહક તથા શેરધારકોના ચહેરા પર સ્મિત રેલાય તે સુનિશ્ચિત કરવું

બ્રાન્ડ

નવી હીરો ઊભરી રહી છે અને વૈશ્વિક સ્તરે ચમકવા પ્રતિબદ્ધ છે. કંપનીની નવી ઓળખ “હીરો મોટોકોર્પ લિ.” એ ખરા અર્થમાં મોબિલિટી અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક સ્તરે પદચિહ્ન સ્થાપિત કરવાના તેના વિઝનને પરાવર્તિત કરે છે. નવી બ્રાન્ડ ઓળખના નિર્માણ અને પ્રમોશન એ તેની તમામ પહેલોની મધ્યમાં હશે, જે દરેક તકનો ઉપયોગ કરીને અને સ્પોર્ટ્સ, મનોરંજન તથા ગ્રાઉન્ડ-સ્તરની પ્રવૃત્તિઓમાં તેની મજબૂત ઉપસ્થિતિનો લાભ મેળવશે.

ઉત્પાદન

હીરો મોટોકોર્પ ટુ વ્હીલર્સનું 4 વૈશ્વિક બેન્ચમાર્ક ઉત્પાદન સુવિધાઓ ખાતે ઉત્પાદન કરાય છે. આમાંના બે કેન્દ્રો ઉત્તર ભારતના હરિયાણા રાજ્યના ગુડગાંવ અને ધારુહેરા ખાતે આવેલા છે. ત્રીજો ઉત્પાદન પ્લાન્ટ પર્વતીય રાજ્ય ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે આવેલો છે, અને તેમાં સૌથી છેલ્લે રાજસ્થાનના નીમરાણામાં તેની અત્યાધુનિક હીરો ગાર્ડન ફેક્ટરીનો ઉમેરો થયો છે.

વિતરણ

કંપનીની ભારતમાં ટુ વ્હીલર બજારમાં વૃદ્ધિ એ નવી ભૌગોલિકતાઓ અને વૃદ્ધિજન્ય બજારોમાં પોતાનો વ્યાપ ફેલાવવાની અવિરત ક્ષમતાઓનું પરિણામ છે. હીરો મોટોકોર્પનું સઘન સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક 6000થી વધુ ગ્રાહક ટચ પોઈન્ટ સુધી હવે વિસ્તરેલું છે. આમાં અધિકૃત ડીલરશીપ, સર્વિસ & સ્પેર પાર્ટ્સ આઉટલેટ્સ, અને ડીલર- દ્વારા નિમાયેલા દેશભરના આઉટલેટ્સનો સમાવેશ થાય છે.

  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો