હોમ હીરો જેન્યુઈન પાર્ટ્સ
મેનુ

હીરો જેન્યુઈન પાર્ટ્સ

અમારા ગ્રાહકની આનંદદાયક મુસાફરી અને ગ્રાહકની 100% સંતુષ્ઠિ એ હીરો મોટોકોર્પના વ્યાપાર વ્યૂહના હ્રદયમાં છે, અને હીરો મોટોકોર્પ લિ. પાસે અમારા ગ્રાહકોની જેન્યુઈન પાર્ટ્સની જરૂરિયાતને પૂર્ણ કરવા સમર્પિત બિઝનેસ યુનિટ છે

- હીરો જેન્યુઈન પાર્ટ્સ છે જે એચજીપી તરીકે જાણીતા છે. નવીન નવું: હવે આપ સીધેસીધું હીરો જેન્યુઈન પાર્ટ્સ www.hgpmart.com અમારા નવા લોન્ચ કરેલા પોર્ટલ

વિઝન: "કોઈ પણ ગ્રાહકે તેની જરૂરિયાત હોય તે પાર્ટ માટે કદી પણ રાહ ન જોવી પડે"

અમારા ગ્રાહકને કદી પૂર્ણ ન થનારી આનંદદાયક અનુભૂતિ પૂરી પાડવાના ઉદ્દેશનું અમારો વ્યાપ વધારવા, ઉદ્યોગના બેન્ચમાર્કને સ્થાપિત કરવા & માલિકીપણાના નીચા ખર્ચને સુનિશ્ચિત કરવા પરના સાતત્યપૂર્ણ ફોકસથી પરાવર્તન થાય છે.

અમારો વ્યાપ ફેલાવો

હીરો મોટોકોર્પ ખાતે, અમે અસરકારક ઈકોસિસ્ટમ રચી રહ્યા છીએ જેથી બહુ-આવરણ ધરાવતા ભારતીય બજારમાં વ્યાપક અને ઊંડાણપૂર્વકની વિઝિબિલિટીને સુનિશ્ચિત કરી શકાય. ગ્રાહકોની સતત બદલાતી આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા, અમે બદલાતી વાસ્તવિકતાઓને પ્રત્યુત્તર આપવા સતત ગ્રાહકોના ટચ પોઈન્ટના સમૂળગા નેટવર્કને સુદૃઢ બનાવી રહ્યા છીએ. એચજીપીનું 95 કરતા વધુ પાર્ટ્સ ડિસ્ટ્રીબ્યૂટર્સ, 800 અધિકૃત ડિલર્સ અને ભારતભરમાં 1300 અધિકૃત સર્વિસ સેન્ટર્સ તેમજ વિશ્વભરના 35 કરતા વધુ દેશોમાં 6000 + ટચ પોઈન્ટ્સના સઘન નેટવર્ક દ્વારા વિતરણ કરાય છે. આપના નજીકના ટચ પોઈન્ટ્સને શોધવા અહીં ક્લિક કરો આપને લાગતું હોય કે ગ્રાહકોની સતત સેવા કરવાની અમારી ખેવના આપનામાં પણ છેતો અહીં એપ્લાય કરો પાર્ટ્સ વિતરક બનીને હીરો મોટોકોર્પ પરિવારનો હિસ્સો બનો.

સ્થાપે છે ઈન્ડસ્ટ્રી બેન્ચમાર્ક

ફક્ત હીરો જેન્યુઈન પાર્ટ્સ એ જ આપના હીરો ટુ-વ્હીલર્સ માટેના પ્રમાણિત પાર્ટ્સ છે. આપના બાઈકનાં વધારે અને અદ્વિતીય પ્રદર્શન પુરી પાડવા માટે તેમને આપના બાઈકને ફિટ રાખવા સંપૂર્ણ ચોકસાઈથી એન્જિનિયર્ડ કરાયા છે. દરેક પાર્ટને હીરો જેન્યુઈન પાર્ટ બનતા પહેલાં ક્રિટિકલ ક્વોલિટી ચેક પોઈન્ટ્સ ખાતે સઘન ચકાસણીમાંથી પસાર કરાય છે. આ પાર્ટ્સને હવે નીમરાણામાંના ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર (જીપીસી) દ્વારા પણ સપ્લાય કરવામાં આવે છે.

જીપીસી ભવિષ્યની શક્યતાઓ દર્શાવે છે. અત્યાધુનિક ઉત્પાદન સુવિધાનું કુશાગ્ર પ્રણાલિ સાથે મિશ્રણ કરાય છે જેનાથી ફક્ત સપ્લાય ચેઈન પ્રક્રિયા સુગમ જ નથી બનતી, પરંતુ સાથે-સાથે એક આનંદદાયક, આરોગ્યપ્રદ અને સુંદર કાર્ય વાતાવરણ પણ પૂરું પડાય છે. 35 એકર કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલ, જીપીસી અને તેટલી જ સોહામણી હીરો ગાર્ડન ફેક્ટરી સાથે મળીને ભારતના રાજસ્થાન રાજ્યમાં હીરો નીમરાણા કોમ્પલેક્સનું અભિન્ન અંગ રચે છે. લીન મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ આધારિત, જીપીસીની ડિઝાઈન ઉત્પાદકીયતાનું સ્તર નોંધપાત્ર સ્તરે ઊંચુ લાવવા ઉપરાંત મેન્યુઅલ હસ્તક્ષેપને લઘુતમ બનાવવા કરાઈ છે. આ ટેકનોલોજીકલ વિરાસત એ ઓટો સેક્ટરમાં નવો ઔદ્યોગિક બેન્ચમાર્ક છે. તે ઓટોમેટેડ સ્ટોરેજ અને રિટ્રાઈવલ સિસ્ટમ (એએસઆરએસ) અને ઓટોમેટેડ પેકેજિંગ તથા સોર્ટિંગ સિસ્ટમથી સજ્જ છે જેની સાથે-સાથે યુનિ-શટલ અને રેઈલ ગાઈડેડ મટિરિયલ મૂવમેન્ટ સિસ્ટમ્સ જેવા નવા યુગના વિષયો પણ આવે છે જે કસ્ટમાઈઝ્ડ અને અનોખી ગોદામ સંચાલન પ્રણાલિ દ્વારા પાર્ટ્સના ઓન-લાઈન ટ્રેકિંગ દ્વારા નિયંત્રિત છે. ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટને અનુસરતા ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલએ (આઈજીબીસી) ગાર્ડન ફેક્ટરીને પ્લેટિનમ ક્લાસ મેન્યુફેક્ચરિંગ સુવિધા તરીકે પ્રમાણિત કરેલ છે.

માલિકીપણાનો ઓછો ખર્ચ

હીરો મોટોકોર્પ પોતાની પ્રોડક્ટ્સ, પાર્ટ્સ અને સેવાઓ દ્વારા ગ્રાહકોની અનુભૂતિનું સ્તર ઊંચુ લાવવા જ કટિબદ્ધ નથી બલ્કે 2 વ્હીલરના માલિકીપણાનો કુલ ખર્ચ ઘટાડવા પર પણ કેન્દ્રિત છે. આ કારણે આ માટેની ખેવનામાં પ્રોડક્ટની પ્રાપ્તિ, સ્થાપના, ઉપયોગ, જાળવણી અને બદલવાના ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉદ્દેશને જ પરિપૂર્ણ કરવા માટે, એચજીપીની સંપૂર્ણ એચપીજી પોર્ટફોલિયોના સર્વોચ્ચ ગુણવત્તા માપદંડ હોવા છતાં તેની પ્રાઈસ પોષાય તેવી રાખવામાં આવી છે જેથી અમારા ગ્રાહકોના પાર્ટ્સને બદલવાના ખર્ચને નીચો રાખી શકાય.

  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો