હોમ મોટરસાઇકલ અસલ સ્પેઅર પાર્ટ્સ વારંવાર પૂછાતા પ્રશ્નો
મેનુ

અસલ સ્પેર પાર્ટ્સ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

જો સ્પાર્ક પ્લગ બગડી જાય તો શું થાય?

 સ્પાર્ક પ્લગ એ ઇગ્નિશન સિસ્ટમમાં આવશ્યક ઘટકોમાંનું એક છે. દહનના કારણે હાઇ વૉલ્ટેજ અને કૉરોસિવ ઑક્સિડાઇઝેશનના વારંવાર થતા સ્ત્રાવના લીધે સ્પાર્ક પ્લગની ઇલેક્ટ્રૉડ ઘસાય જાય છે, જેથી ધીમે ધીમે પ્લગમાંનો ગૅપ વધવા લાગે છે.
સામાન્ય રીતે સ્પાર્ક પ્લગને દરેક 12000 km માં એકવાર બદલવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે સમય જતાં બગડી જાય છે. આવા સ્પાર્ક પ્લગનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી મુશ્કેલી, ખરાબ, પાવરનો અભાવ અને ફ્યૂઅલનો વધારે વપરાશ અને ઉત્સર્જન શરૂ થશે. છેવટે તમારા માટે તેને બદલવાનો એકમાત્ર વિકલ્પ જ બાકી રહેશે.
HGP સ્પાર્ક પ્લગ વિશેષ કરીને લાંબા સમય સુધી સમસ્યા મુક્ત રાઇડની ખાતરી માટે તમારા હીરો વાહન માટે તૈયાર કરવામાં આવ્યું હોય છે. વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

મારે એર ફિલ્ટરને ક્યારે બદલવું જોઈએ?

 એર ફિલ્ટર, એન્જિનના ભાગોને સુરક્ષિત રાખવા માટે હવામાં ઉપલબ્ધ કણો અને ધૂળને ફિલ્ટર કરે છે. સામાન્ય રીતે હવામાં ઉપલબ્ધ કણો અને ધૂળને ફિલ્ટર કરવાના કારણે અમુક નિશ્ચિત સમય બાદ તે બંધ થઈ જાય છે.
હીરો મોટોકોર્પ વાહનોમાં મૂળભૂત રીતે ત્રણ અલગ-અલગ પ્રકારની એર ફિલ્ટર છે, તેઓ પોલિયુરેથેન વેટ પ્રકાર, ડ્રાય પેપર અને વિસ્કોસ પેપર પ્રકાર છે. પોલિયુરેથેન અને ડ્રાય પેપર ફિલ્ટરને સમયાંતરે સફાઈની જરૂર પડે છે. પોલિયુરેથેનને એકવાર નુકસાન થયા પછી બદલવાની જરૂર પડે છે જયારે ડ્રાય પેપર ફિલ્ટરને દરેક 12000 km માં એકવાર બદલવાની જરૂર પડે છે. વિસ્કોસ પ્રકારને સફાઈની જરૂર નથી અને બદલવાની ભલામણ દરેક 15000 km માં એકવાર કરવામાં આવે છે. જ્યારે ધૂળની સ્થિતિમાં ઉપયોગમાં લેવાય ત્યારે વધુ વાર સફાઈ અથવા વહેલાં બદલવાની જરૂર પડી શકે છે.
જો તમે ભલામણ કરેલ શેડ્યૂલને ન અનુસરો, તો તેના લીધે એન્જિનના પાવર અને ફ્યૂઅલની કાર્યક્ષમતા ઓછી થઈ શકે છે અને પછી તેનું રિપેરિંગ કરવું મોંઘું પુરવાર થઈ શકે છે.
નકલી એર ફિલ્ટરનો ઉપયોગ કરવાથી વાહનની ફિલ્ટર કરવાની ક્ષમતા પર ખૂબ જ માઠી અસર પડી શકે છે. માર્કેટમાં HGP જેવાં દેખાતા અસંખ્ય સમાન ફિલ્ટર ઉપલબ્ધ છે, જેની ક્વૉલિટી ખૂબ જ નબળી હોય છે. જેના લીધે ફિલ્ટર સંકોચાઈ જાય છે અને તેની સ‌િલિંગ ક્ષમતા ઘટી જાય છે. એન્જિનના શ્રેષ્ઠ પરફોર્મન્સ અને તેની લાઇફને વધારવા માટે માત્ર HGPના જેન્યૂન એર ફિલ્ટરનો જ ઉપયોગ કરો. વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકની અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

મારે ફ્યૂઅલ ટ્યૂબ ક્યારે બદલવી જોઈએ?

 ફ્યૂઅલ ટ્યૂબ એક એવું જોઇન્ટ છે કે જેના માધ્યમથી ફ્યૂઅલ ટેન્કથી લઈને કાર્બ્યુરેટર સુધી ફ્યૂઅલનો પ્રવાહ નિરંતર પહોંચતો રહે છે.
સામાન્ય રીતે ફ્યૂઅલ ટ્યૂબને સરેરાશ 4 વર્ષે બદલવાની ભલામણ કરવામાં આવે છે. અસાધારણ કિસ્સાઓમાં જેમ કે 6 મહિના અથવા તેથી વધુ સમય માટે વાહન પડ્યા રહે તો, બદલવાની જરૂર પડે છે.
ફ્યૂઅલનો નિરંતર પ્રવાહ આંતરિકરૂપે પેટ્રોલની ઉચ્ચ અસ્થિરતાના કારણે ફ્યૂઅલ ટ્યૂબને ખરાબ કરવા લાગે છે, જેના લીધે ફ્યૂલ ટ્યૂબના જોઇન્ટ્સમાંથી પેટ્રોલ લીક થવાનું શરૂ થઈ જાય છે, જે ફ્યૂઅલની ગંધથી ખબર પડે છે.
આવરણથી બનાવવામાં આવે છે, જેની અંદરનું આવરણ ફ્યૂઅલના લીધે થનારા આંતરિક નુકસાનથી બચાવે છે અને બાહ્ય આવરણ આબોહવાની વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરે છે. આથી ફ્યૂઅલ ટ્યૂબના બંને છેડા વાયર ક્લિપ સાથે જોડાયેલ રહે એ બાબતનું વિશેષ ધ્યાન રાખવું.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

જો હું એન્જિન ઑઇલ ન બદલાવું તો શું થશે?

 એક જ એન્જિન ઑઇલનો સતત ઉપયોગ કરતા રહેવાથી તેની 'લુબ્રિકેટ' અને 'ક્લિન' કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેના કારણે એન્જિનની સામાન્ય કામગીરી જાળવવી પણ અશક્ય બને છે.
સામાન્ય રીતે, એન્જિન ઑઇલ દરેક 3000 kms પર ટૉપ-અપ સાથે દરેક 6000 kms માં એક વખત બદલવું જોઈએ.
જો ઉપરોક્ત શેડ્યૂલનું પાલન ન કરવામાં આવે, તો વાહનનું પરર્ફોમન્સ ખરાબ થઈ શકે છે અને એન્જિન વધારે ગરમ થઈ જવાથી ફ્યૂઅલનો વપરાશ વધી શકે છે. આ ઉપરાંત એન્જિનમાંથી વિચિત્ર અવાજ પણ નીકળવો શરૂ થઈ જાય છે. અમુક કિસ્સાઓમાં એન્જિન સંપૂર્ણપણે ફેલ પણ થઈ શકે છે, જેના લીધે તેના રિપેરિંગનો ખર્ચ અને સમય વધી શકે છે.
HGP એ ભલામણ કરેલ 10W30 SJ JASO એન્જિન ઑઇલની શ્રેષ્ઠ વિશિષ્ટતા આ મુજબ છે:-
• કાર્યક્ષમ લુબ્રિકેટિંગ, ક્લિનિંગ, કૂલિંગ અને સિલિંગ ક્ષમતાઓ.
• કોલ્ડ શરૂ કરવાની બેહતર ક્ષમતા
• ડ્રેઇનના સમયગાળામાં વધારો
• પર્યાવરણ અનુકુળ
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

મને શા માટે ફક્ત HGP એન્જિન ઑઇલનો જ ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે?

 ઓપન માર્કેટમાં 10W30 ના વિવિધ ગ્રેડ ઉપલબ્ધ છે. 10W30 SJ JASO MA ગ્રેડ એન્જિન ઑઇલની વિશેષતા આ મુજબ છે:-
• કાર્યક્ષમ લુબ્રિકેટિંગ, ક્લિનિંગ, કૂલિંગ અને સિલિંગ ક્ષમતાઓ.
• કોલ્ડ શરૂ કરવાની બેહતર ક્ષમતા
• ડ્રેઇનના સમયગાળામાં વધારો
• પર્યાવરણ અનુકુળ
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

જો હું ભલામણ કરેલ સમયાંતરે ડ્રાઇવ ચેઇનની સર્વિસિંગ ન કરાવું તો શું થશે?

 ડ્રાઇવ ચેઇનની લાઇફ એ બાબત પર નિર્ભર કરે છે કે વાહનનું લુબ્રિકેશન અને એડજસ્ટમેન્ટ કેટલી સારી રીતે કરવામાં આવ્યું છે. જો તે સારી રીતે કરવામાં આવ્યું ન હોય, તો સમય પહેલાં તે ખરાબ થઈ શકે છે. વાહનના પરફોર્મન્સ પર અસર કરનારા સ્પ્રોકેટ્સ ડ્રાઇવ ચેઇનને તોડી શકે છે. મોટરસાઇકલને ખરાબ રીતે ચલાવવી અને ચેઇનમાંથી વિચ‌િત્ર અવાજ આવવો એ ચેઇન સ્પ્રોકેટ કિટને બદલવાનો સંકેત આપે છે.
જો સ્પ્રોકેટ વધારે ઘસાઈ ગયું હોય, તો વાહન ચલાવતી ડ્રાઇવ ચેઇનમાંથી કંપન થશે, જેના લીધે સ્પ્રોકેટ પોતાની જગ્યાએથી હલી શકે છે અને કોમ્પોનન્ટ્સને ક્ષતિ પહોંચી શકે છે. આથી વાહન સવારની સુરક્ષા પણ જોખમમાં મૂકાઈ શકે છે. આ ઉપરાંત આના લીધે ફ્યૂઅલ અને વાહનને ચલાવવાની કાર્યક્ષમતા પર પણ ખરાબ અસર પડી શકે છે.
HGPની ચેઇન સ્પ્રોકેટ કિટની ક્વૉલિટી સર્વોત્તમ હોય છે અને લાંબા સમય સુધી પરફોર્મન્સ સારું રાખવા માટે તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે છે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

મારે મારા સ્કૂટરના ડ્રાઇવ બેલ્ટને ક્યારે બદલવો જોઈએ?

 ડ્રાઇવ બેલ્ટ હંમેશા પુલીના સંપર્કમાં હોય છે, જેથી સમયાંતરે વધારે ઘસારાના કારણે તેને બદલવાની જરૂર પડે છે. ઉપરાંત, તે રબરથી બનેલી હોવાના કારણે ઘર્ષણના લીધે ઓઝોન અને ગરમીથી સખત અને ખરાબ થઈ જાય છે.
ડ્રાઇવ બેલ્ટ માટે ભલામણ કરેલ રિપ્લેસમેન્ટ સમય દરેક 24000 kms માં એકવાર છે.
ડ્રાઇવ બેલ્ટના ઘસાઈ જવા પર અથવા સખત થવા પર પાવર લૉસ થઈ શકે છે, જેના લીધે અને ફ્યૂઅલના વપરાશમાં વધારો થઈ શકે છે.
HGPનો ડ્રાઇવ બેલ્ટ સિન્થેટિક રબર સાથે એક કોગ્ડ બેલ્ટથી બનેલો હોય છે, જેમાં કોરનો સમાવેશ થાય છે. જે ખાસ કરીને ઉચ્ચ ઘર્ષણ, તાપ અને ઓઝોનનો સામનો કરવા માટે બનાવેલ છે, જેથી સવારીના બહેતર અનુભવ સાથે બેલ્ટ લાંબો સમય સુધી ચાલે છે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો

જો મારા વાહનમાંથી વિચિત્ર અવાજ આવતો હોય અને બ્રેકની કાર્યક્ષમતા ઓછી થઈ જાય તો મારે શું કરવું જોઈએ?

સર્વિસ લિમિટ વટાવ્યા પછી બ્રેક શૂઝ/પેડનો ઉપયોગ ઓછા ઘર્ષણને કારણે બ્રેકની અસરકારકતા ઘટાડશે. વધુ પડતા ઘસારાને કારણે બ્રેક શૂઝ/પેડનો ધાતુનો ભાગ ડ્રમ/ડિસ્કના સંપર્કમાં આવે છે અને પછી ખરાબ થઈ જાય છે, જેથી રિપેરિંગનો ખર્ચ વધી જાય છે સાથે જ વાહન ચાલકની સુરક્ષા પણ જોખમમાં મૂકાય છે.
બ્રેક મારવામાં વધારે જોર આપવું અને વિચિત્ર અવાજ આવવો એ બ્રેક શૂઝ, પેડ, ડ્રમ અથવા ડિસ્ક બદલવાનો સંકેત આપે છે.
રાઇડરની સુરક્ષાને જોતાં HGP બ્રેક શૂઝ / પેડ / ડ્રમ / ડિસ્કને ઉચ્ચતમ ગુણવત્તાના સ્તરે ઉત્પાદિત કરવામાં આવે છે. શૂઝ/પેડ્સ પર નૉન-એસ્બેસ્ટોસ ફ્રિક્શન સામગ્રીનો ઉપયોગ જેવી ફીચર્સ સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ માટે તેને તમારા હીરો 2 વ્હીલર માટે શ્રેષ્ઠ શક્ય ઉકેલ બનાવે છે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

કૅમ ચેઇન ખરાબ થઈ જવા પર હું તેને ન બદલાવું તો શું થશે?

વધુ પડતી ઘસાયેલી ચેઇન એ સ્પ્રોકેટ સાથે સારી રીતે ચાલી શકતી નથી. જેના પરિણામે કૅમ ચેઇનમાંથી વિચ‌િત્ર અવાજ આવે છે અને વાહનના પરફોર્મન્સમાં પણ ઘટાડો થાય છે. અમુક કિસ્સાઓમાં ક્યારેક ચેઇન તૂટી પણ શકે છે, જેના લીધે મુખ્યત્વે એન્જિનને નુકસાન અને ચાલકની સુરક્ષા પણ જોખમમાં મૂકાઈ શકે છે.
HGPની કૅમ ચેઇન કિટને વિશેષ કરીને એન્જિનને ચાલતી વખતે તેના પર પડતા ઉચ્ચત્તમ દબાણનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેની મદદથી એન્જિનની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકની અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

મારી મોટરસાઇકલનું પિક-અપ ઓછું છે. તો શું મારે ક્લચ ફ્રિક્શન ડિસ્કને બદલવાની જરૂર છે?

ફ્રિક્શન ડિસ્ક એ સામાન્ય રીતે એલ્યુમિનિયમ પ્લેટ્સથી બનેલી હોય છે, જેના ઉપર ફ્રિક્શનની સામગ્રી ચોંટાડેલી હોય છે. ફ્રિક્શન ડિસ્ક, ક્લચ પ્લેટની સાથે ફ્રિક્શન ફોર્સ દ્વારા એન્જિનમાં પાવર ટ્રાન્સમિટ કરે છે.
CFD (ક્લચ ફ્રિક્શન ડિસ્ક) સમય જતાં ઘસાય છે અને જ્યારે વપરાશ સેવા મર્યાદાને ઓળંગી જાય ત્યારે બદલવી જોઈએ. CFD ઘસાય ગયા હોવાનો પહેલો સંકેત એ છે કે વાહનો જે પ્રાઇમરી કિકથી શરૂ થાય છે, તેને કિક સ્ટાર્ટ કરતી વખતે કિક સ્લિપ થવું (બધા મોડલ 100cc અને 125cc કેટેગરીમાં).
કોઈ ઘસાયેલી CFDનો ઉપયોગ કરવાથી ક્લચ સ્લિપ થઈ શકે છે, જેના કારણે એન્જિન ઑવરહીટિંગ, પાવરનો અભાવ અને ફ્યૂઅલના વપરાશમાં ઝડપથી વધારો થાય છે. આ ઉપરાંત તે ક્લચ પ્લેટ્સ અને પ્રેશર પ્લેટ વગેરે જેવા અન્ય પાર્ટ્સને પણ નુકસાન પહોંચાડી શકે છે.
HGPની ક્લચ ફ્રિક્શન ડિસ્ક સર્વોત્તમ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, જેમાં એસ્બેસ્ટોસનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેના લીધે તે હાઇ ફ્રિક્શન ફોર્સની તકલીફની સાથે ગરમીની સમસ્યાનો પણ કુશળતાથી સામનો કરી શકે છે. આ ઉપરાંત એસ્બેસ્ટોસની ગેરહાજરીને કારણે તે હવાના પ્રદૂષણને પણ ઓછું કરે છે. પરિણામે તેના કોમ્પોનન્ટ લાંબા સમય સુધી ચાલે છે અને આરોગ્ય સામે થનારા કોઈપણ જોખમથી બચાવે છે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારી નજીકના અધિકૃત સર્વિસ સેન્ટરની મુલાકાત લો.

વાહન ચલાવતી વખતે તે અચાનક બંધ થઈ જાય છે અને તેની ગતિ પર મારું નિયંત્રણ રહેતું નથી, થોડા સમયથી મને આ તકલીફ થઈ રહી છે? તો મારે વાહનના કયા પાર્ટને બદલવાની જરૂર છે?

થ્રોટલ કેબલ અને લિંકેજના લાંબા વપરાશથી તે ઘસાઈ શકે છે. પર્યાવરણના સંપર્કમાં આવવાથી તેને કાટ લાગી શકે છે, તે ખરાબ થઈ શકે છે તેમજ થ્રોટલનું સંચાલન ચિકણું પણ બની શકે છે અને એન્જિનને ઝડપી ગતિથી ચલાવવા પર થ્રોટલના રિલીઝ થવા છતાં પણ થ્રોટલ વાલ્વ સહેલાઈથી પાછો આવશે નહીં.
આવી રીતે વાહન અચાનક બંધ થઈ જવાથી ફ્યૂઅલના વપરાશમાં વધારો અને એન્જિન વધુ પડતું ગરમ થઈ શકે છે. પરિણામે અમુક કિસ્સાઓમાં જ્યારે ચાલક ક્લચ છોડે ત્યારે વાહન પરનું તેનું નિયંત્રણ છૂટી જાય છે અથવા વાહનની સવારી તેના માટે જોખમી પુરવાર થઈ શકે છે.
HGP થ્રોટલ કેબલ્સ ખાસ કરીને મોડેલ કૉન્ફિગરેશનના આધારે હીરો 2 વ્હીલર માટે રચાયેલ છે. આ કેબલો વધુ સ્મૂથ ઑપરેશન અને લાંબી સર્વિસ લાઇફ માટે આંતરિક રૂપથી લુબ્રિકેટેડ હોય છે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.
 

મારા બાઇકની ગિયર બદલવાની કામગીરી મુશ્કેલીભરી થઈ ગઈ છે, જેના લીધે તેને ચલાવવામાં બહુ જ તકલીફ થાય છે. આ સમસ્યાનું કારણ શું હોઈ શકે છે?

ક્લચ એસેમ્બલી ક્લચનું સંચાલન કરવા માટે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે, આથી લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તે ઘસાઈ અથવા ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. જ્યારે ક્લચને ખેંચવામાં આવ છે ત્યારે ક્લચ ‘ફ્રી-પ્લે’ વધી જાય છે.
આના લીધે ક્લચની અલગ થવાની પ્રક્રિયા યોગ્ય રીતે કામ કરતી નથી, જેથી એક સ્થિર પોઝિશનમાંથી બીજી પોઝિશનમાં લઈ જવા માટે ગિયર બદલવામાં મુશ્કેલી થાય છે અને ક્લચને જોર લગાવીને ખેંચવું પડે છે. આના લીધે જો કેબલ લિંકેજ તુટી જાય, તો વાહન અનિયંત્રિત થઈ શકે છે અને વાહન તેમજ ચાલક બંનેને હાનિ પહોંચી શકે છે. એટલે સમયાંતરે તેનું નિરીક્ષણ અથવા તેને બદલવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
નકલી કેબલનો ઉપયોગ કરવાથી વાહન ચલાવતી વખતે તે ઢીલું થઈ શકે છે અને ગિયર બદલવામાં તકલીફ થઈ શકે છે. આથી HGP ક્લચ કેબલને વિશેષ કરીને દરેક મોડેલને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે. આ ઉપરાંત HGP ક્લચ કેબલને અંદરથી લુબ્રિકેટ કરવામાં આવે છે, જેના લીધે વાહન ચલાવવામાં સરળતા રહે છે અને આ કેબલ લાંબા સમય સુધી ચાલે છે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

ખરાબ થયેલી ફ્યૂઅલ સ્ટ્રેનર સ્ક્રીનના બદલે મારે માત્ર HGP ફ્યૂઅલ સ્ટ્રેનર સ્ક્રીનનો જ ઉપયોગ કરવો જોઈએ એવો આગ્રહ શા માટે રાખવામાં આવે છે?

ફ્યૂઅલમાં અશુદ્ધિઓને કારણે ફ્યૂઅલ સ્ટ્રેનર સ્ક્રીન ભરાઈને બંધ અથવા ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. ફ્યૂઅલ સ્ટ્રેનર જો ભરાઈ કે બંધ થઈ જાય, તો કાર્બ્યુરેટરમાં ફ્યૂઅલ પર્યાપ્ત પ્રમાણમાં પહોંચતું નથી (આમ ખાસ કરીને વાહનને ઝડપી ગતિથી ચલાવવામાં થાય છે). આ ઉપરાંત જ્યારે સ્ટ્રેનર ખરાબ થઈ જાય અને તેની અશુદ્ધિઓ સ્ક્રીન/ફિલ્ટરથી દૂર ન થાય ત્યારે કાર્બ્યુરેટરના જેટ બંધ થઈ શકે છે. આ બંને કિસ્સામાં, એર ફ્યૂઅલનું પ્રમાણ અલગ-અલગ રહેશે, પરિણામે મધ્યમથી ઝડપી ગતિ પર જવામાં પાવર ઓછો થઈ જશે અને વાહનને ચાલુ કરવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.
HGP ની ફ્યૂઅલ સ્ટ્રેનર સ્ક્રીન, કાર્બ્યુરેટરથી લઈને એન્જિન સુધી પ્રવાહિત થનારા ફ્યૂઅલને ખૂબ જ સારી રીતે ફિલ્ટર કરે છે. વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.
 

જો હું બ્રેક ફ્લુઇડ ન બદલાવું તો શું થશે?

સમયાંતરે બ્રેક ફ્લુઇડ બ્રેક હોઝ મારફત ભેજને શોષી લે છે અને તેનું બૉઇલિંગ પૉઇન્ટ ધીમે-ધીમે ઘટવા લાગે છે. શોષાયેલો ભેજ "વેપર લૉક"ની સંભાવનાને વધારે છે, આ ઘટના ત્યારે થાય છે કે જ્યારે બ્રેકિંગ સિસ્ટમમાં ઉત્પન્ન થનારી ગરમીના લીધે બ્રેક ફ્લુઇડ બૉઇલ થાય છે અને તેના બબલ્સ બનવાનું શરૂ થઈ જાય છે, જેના લીધે બ્રેક મારવામાં તકલીફ થવા લાગે છે. આનાથી બ્રેકિંગ સિસ્ટમના આંતરિક ભાગોમાં કાટ પણ લાગે છે અને તેના કારણે વાહનને ચલાવવામાં કે રોકવામાં સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત બ્રેક મારવાથી ઉત્પન્ન થતી ગરમીને કારણે પણ બ્રેક ફ્લુઇડ ખરાબ થઈ શકે છે.
સામાન્ય રીતે, તેને 30000 Kms અથવા 2 વર્ષ પછી બદલવું જોઈએ. સીલ બંધ કન્ટેનર (DoT 3 / DoT 4) થી ભલામણ કરેલ બ્રેક ફ્લુઇડનો ઉપયોગ શ્રેષ્ઠ સુરક્ષા ધોરણોનું પાલન કરશે. એવી ભલામણ કરવામાં આવે છે કે એકવાર સ્તર ઘટે એટલે બ્રેક ફ્લુઇડનું ટૉપ અપ કરવામાં આવે. DoT 3 અને DoT 4 બ્રેક ફ્લુઇડને મિશ્રિત કરવું નહીં.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

છેલ્લાં કેટલાક દિવસથી હૅન્ડલબારને વાળવામાં સમસ્યા આવી રહી છે, સાથે જ કંઈક અવાજ પણ આવે છે. કૃપા કરીને મને આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તે જણાવો?

રસ્તા પર વાહન ચલાવતી વખતે લાગતા ઝટકાથી, વારંવાર બ્રેક મારવાથી અને ફ્રન્ટ વ્હીલ પર લોડ પડવાના કારણે સ્ટિયરિંગ (હૅન્ડલબાર)ના બેરિંગ ઢીલા થઈ શકે છે. અમુક કિસ્સાઓમાં માઉન્ટિંગ સેક્શન/બેરિંગ રેસ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં લુબ્રિકેટ ન થવાના કારણે સ્ટિયરિંગને વાળવામાં વધારે મહેનત કરવી પડી શકે છે અને તેનાથી અવાજ પણ આવી શકે છે.
HGPની બૉલ રેસ કિટ અને લુબ્રિકેન્ટ કોઈપણ સમસ્યા વગર લાંબા સમય સુધી સારા પરફોર્મન્સની ખાતરી આપે છે. સાથે જ, બહેતર લુબ્રિકેશન અને સ્ટિયરિંગ કોમ્પોનેન્ટને લાંબા સમય સુધી ચલાવવા માટે ખાસ કરીને આ આઇટમનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
એવી ભલામણ કરવામાં આવે છે કે દરેક 3000 kms પર સ્ટિયરિંગનું નિરીક્ષણ અને તેને ઍડજસ્ટ કરવું જોઈએ અને જો જરૂરી હોય તો દરેક 12,000 kms પર તેને એકવાર લુબ્રિકેટ કરવું જોઈએ.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

શૉક ઍબ્સોર્બર બગડી જાય ત્યારે શું થાય છે?

શૉક ઍબ્સોર્બર રસ્તા પર વાહન ચલાવતી વખતે લાગતા ઝટકાઓથી બચાવે છે. સાથે જ તે વાહન ચલાવવામાં સુગમતા અને સ્થિરતાને પણ વધારે છે. જ્યારે ઍબ્સોર્બર ખરાબ થઈ જાય ત્યારે સ્ટિયરિંગ પરથી તમારું નિયંત્રણ ઘટી જાય છે અને વાહન ચલાવતી વખતે ઝટકા આવે છે. આના લીધે ટાયર પણ જલદી ખરાબ થઈ શકે છે.
HGP ભલામણ કરેલ સસ્પેન્શન કોમ્પોનેન્ટનો ઉપયોગ કરવાથી વાહન સારી રીતે ચાલે છે, સ્થિર રહે છે અને લાંબા સમય સુધી સુરક્ષ‌િત રાઇડ કરી શકાય છે.
શૉક ઍબ્સોર્બર ઑઇલને (ફ્રન્ટ) દરેક 30,000 kms માં એકવાર બદલવાની ભલામણ કરવામાં આવે છે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

મને માત્ર HGP બલ્બનો જ ઉપયોગ કરવાનો આગ્રહ શા માટે કરવામાં આવે છે?

નકલી બલ્બ ઝડપથી બગડી જશે, એની નિશાની એ છે કે તેનો પ્રકાશ ધીમે-ધીમે ઝાંખો પડવા લાગે છે. આ ઉપરાંત તે સામાન્ય કરતાં વધુ પાવરનો ઉપયોગ કરે છે, જેના લીધે બૅટરી પણ જલદી ડ્રેઇન થવા લાગે છે. આથી હંમેશા ઉચિત વૉટનો બલ્બ લગાડવાની ભલામણ કરવામાં આવે છે.
HGPના બલ્બ તેજસ્વી પ્રકાશ આપે છે, લાંબો સમય સુધી ચાલે છે અને વીજળીના ઉચિત વપરાશની ખાતરી આપે છે, જેના લીધે બૅટરી યોગ્ય રીતે ચાર્જ થાય છે અને તેનું પરફોર્મન્સ બહેતર બને છે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

શું હું નવું એન્જિન ઑઇલ નાખવાના બદલે માત્ર એન્જિન ઑઇલના વપરાયેલા ભાગને ફરીથી ભરી શકું છું?

જો માત્ર વપરાયેલા એન્જિન ઑઇલને ફરીથી ભરવામાં આવે, તો નવું ઑઇલ એન્જિનમાં વધેલા જૂના ઑઇલ સાથે ભળી જાય છે. જોકે આનાથી એન્જિનના પરફોર્મન્સને કામચલાઉ રીતે ફરી શરૂ કરી થાય છે, પરંતુ કાદવ અને કાળાશ એન્જિનના પરફોર્મન્સ પર ખરાબ અસર કરે છે. એટલે જ હંમેશા ભલામણ કરેલ શેડ્યૂલ અને ટૉપ-અપ કરવાના સમયના હિસાબે સંપૂર્ણ ઑઇલ બદલવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં, એન્જિન ઑઇલ ખૂટવાના કારણોનું નિરીક્ષણ કર્યા પછી, સુધારાત્મક પગલાં લેવા આવશ્યક છે, જેથી તમને વારંવાર આ સમસ્યાનો સામનો ન કરવો પડે.
વધુ સહાયતા માટે, કૃપા કરીને તમારા નજીકના અધિકૃત વર્કશોપની મુલાકાત લો.

મારી પાસે "ગુડલાઇફ કાર્ડ" છે. તો મને HGP પર મને કયા લાભો મળી શકે છે?

તમામ ગુડલાઇફ મેમ્બર ગુડલાઇફ ઇન્સ્ટા કાર્ડ હેઠળ પાર્ટ્સ પર નીચે આપેલ સ્લેબ મુજબ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે:
ગોલ્ડ મેમ્બર્સ (0-5000 પૉઇન્ટ્સ) - 2% ડિસ્કાઉન્ટ
પ્લેટિનમ મેમ્બર્સ (5001- 50000 પૉઇન્ટ્સ) - 3% ડિસ્કાઉન્ટ
ડાયમંડ મેમ્બર્સ (>50000 પૉઇન્ટ્સ) - 5% ડિસ્કાઉન્ટ
નવા પાર્ટ્સ ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર માત્ર તે કસ્ટમર માટે માન્ય છે જેમને ઇન્સ્ટા કાર્ડ તેમના રજિસ્ટ્રેશન સમયે મળ્યો છે. જૂના કસ્ટમર્સ માટે HGP પર 5% ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે.
તમારા નજીકના ટચ પૉઇન્ટને શોધવા માટે અહીં ક્લિક કરો.

હું HGP ક્યાંથી ખરીદી શકું છું?

હંમેશા વધતી જતી કસ્ટમરની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે, અમે સતત બદલતી વાસ્તવિકતાઓ સામે લડવા કસ્ટમર ટચ પૉઇન્ટ્સ નેટવર્કને મજબૂત કરી રહ્યાં છીએ. HGP સમગ્ર ભારતમાં 75 કરતાં વધુ પાર્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર, 800 અધિકૃત ડીલરો અને 1150 અધિકૃત સર્વિસ સેન્ટર અને 18 થી વધુ દેશોમાં 6000 + ટચ પૉઇન્ટ્સ દ્વારા વિતરિત કરવામાં આવે છે. તમારા નજીકના ટચ પૉઇન્ટને શોધવા માટે અહીં ક્લિક કરો.

  • છેતરપિંડીથી સાવધાન રહો
  • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
  • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.

ટોલ ફ્રી નંબર. : 1800 266 0018

SCAN QR CODE TO CONNECT ON WHATSAPP