હોમ મોટરસાઇકલ અસલ સ્પેઅર પાર્ટ્સ નકલી સામે લડો, સુરક્ષિત રહો
મેનુ

નકલી સામે લડો, સુરક્ષિત રહો

હીરો મોટોકોર્પે તેના મૂલ્યવાન કસ્ટમરના હિતને સુરક્ષિત રાખવા માટે 'નકલીથી લડો, સુરક્ષિત રહો' પહેલની શરૂઆત કરી છે. આ પહેલ હેઠળ, કંપનીએ ભારતમાં નકલી પાર્ટ્સ અને પેકેજિંગના વ્યવસાયમાં સામેલ ઉત્પાદકો અને વેપારીઓ પર 216 જગ્યાએ દરોડા પાડ્યા હતા. પોલીસ/EOW ( ઇકોનોમિક ઑફેન્સ વિંગ ) અને તપાસ એજન્સીઓની મદદથી નકલ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી નવી દિલ્હીથી શરૂ આવી છે અને વિવિધ અસરગ્રસ્ત શહેરોને આવરી લેવામાં આવ્યા છે. જેમ કે, આગરા, અમદાવાદ, અહમદનગર, અલાહાબાદ, ઔરંગાબાદ, બલરામપુર, બેંગલોર, ભોપાલ, ચેન્નઈ, ચુરુ, કોઈમ્બતૂર , ઈરોડ, ફરીદાબાદ, ફતેહાબાદ, ગાઝિયાબાદ, હિસાર, જિંદ, કૈથલ, કાંચીપુરમ, કાનપુર, કાશીપુર, કાવેરીપટ્ટીનમ, કોલકાતા, લુધિયાણા, મદુરાઈ, મેરઠ, મોગા, મુઝફ્ફરપુર, નાસિક, નવી દિલ્હી, પટના, પુણે, રાયસેન, સેલમ, સાંગલી, તિરુપત્તૂર, તુતીકોરીન, વારાણસી અને વિલુપ્પુરમ. 53 લાખથી વધુ નકલી સ્પેર પાર્ટ્સ અને બનાવટી લેબલ જપ્ત કરવામાં આવ્યા છે. હીરો બ્રાન્ડ નામનો દુરુપયોગ કરીને વેચવામાં આવતા નકલી સ્પેરપાર્ટ્સના જોખમને નિયંત્રિત કરવાની આ કાર્યવાહી માત્ર એક શરૂઆત છે અને તે દેશભરમાં જુદા જુદા શહેરોમાં જોરશોરથી ચાલુ જ રહેશે.

આ કાર્યવાહી નકલી ઉત્પાદકોની સામે વાહનની અને તેના રાઇડરની સુરક્ષાની ખાતરી આપે છે, જે પર્યાવરણીય પ્રદૂષણને રોકવામાં મોટી ભૂમિકા પણ ભજવશે. છેતરપિંડી કરનાર વેપારીઓ કે જે હીરોના નકલી સ્પેર પાર્ટ્સનું વેચાણ કરે છે, તેની સામે આ કાર્યવાહીને ચાલુ રાખવા માટે હીરો મોટોકોર્પ પ્રતિબદ્ધ છે, અને ભવિષ્યમાં પણ આવા વેપારીઓ સામે પણ સખત પ્રતિબંધક પગલાં લેવાનો હેતુ ધરાવે છે.

ઓરિજિનલ હીરો જેન્યૂન પાર્ટ્સ (HGP) યુનિક પાર્ટ્સ આઇડેન્ટિફિકેશન (UPI) કોડ ધરાવે છે. કસ્ટમર 9266171171 પર SMS દ્વારા UPI કોડ મોકલાવીને પાર્ટ્સ જેન્યૂન હોવાની પુષ્ટિ કરી શકે છે.

હીરો પાસે દેશભરમાં 6000 કરતાં વધુ કસ્ટમર ટચ પૉઇન્ટ્સ છે, જે તેના લાખો કસ્ટમર માટે હીરોના જેન્યૂન પાર્ટ્સ ઉપલબ્ધ કરાવે છે.

આવરી લેવામાં આવેલા શહેરોની યાદી
 • આગરા
 • અમદાવાદ
 • અહમદ નગર
 • અલાહાબાદ
 • ઔરંગાબાદ
 • બલરામપુર
 • બેંગલોર
 • ભોપાલ
 • ચેન્નઈ
 • ચુરૂ
 • કોયમ્બતુર
 • ઈરોડ
 • ફરીદાબાદ
 • ફતેહાબાદ
 • ગાઝિયાબાદ
 • હિસાર
 • જિંદ
 • કૈથલ
 • કાંચીપુરમ
 • કાનપુર
 • કાશીપુર
 • કાવેરીપટ્ટીનમ
 • કોલકાતા
 • લુધિયાણા
 • મદુરાઈ
 • મેરઠ
 • મોગા
 • મુઝફ્ફરપુર
 • નાસિક
 • નવી દિલ્લી
 • પટના
 • પુણે
 • રાયસેન
 • સેલમ
 • સાંગલી
 • તિરુપત્તૂર
 • તુતીકોરીન
 • વારાણસી
 • વિલુપ્પુરમ

છબી ગૅલેરી

 • છેતરપિંડીથી સાવધાન રહો
 • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
 • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.

ટોલ ફ્રી નંબર. : 1800 266 0018

SCAN QR CODE TO CONNECT ON WHATSAPP