હોમ ગુડલાઇફ નોંધણી કેવી રીતે કરવી
મેનુ

નોંધણી કેવી રીતે કરવી

હીરો ગુડલાઇફ પ્રોગ્રામ ખાસ કરીને તમારા માટે પસંદ કરેલ, શ્રેષ્ઠ રિવૉર્ડ, બેનિફિટ અને આકર્ષક ગિફ્ટ્સની રેંજ પ્રદાન કરે છે. આ બેનિફિટ મેળવવા માટે, તમારે 18 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના ભારતીય રાષ્ટ્રીય, નિવાસી હોવું જરૂરી છે અને તમે એક હીરો મોટોકોર્પ ટુ-વ્હીલરના માલિક હોવા જોઈએ.

 

ઑફલાઇન નોંધણી કેવી રીતે કરવી

નીચે દર્શાવેલા પગલાંઓને અનુસરો અને ભારતના સૌથી મોટા રિવૉર્ડ પ્રોગ્રામના મેમ્બર બનવાની વિશેષાધિકારોનો અનુભવ કરો.

 1. તમારી નજીકની હીરો મોટોકોર્પ ડીલરશિપની મુલાકાત લો
 2. ગુડલાઇફ પ્રતિનિધિનો સંપર્ક કરો
 3. ઑનલાઇન એપ્લિકેશન ભરો અને મેમ્બરશીપ ફી ચૂકવો.
  1. ₹175/- 1 વર્ષનો ઇન્શ્યોરન્સ બેનિફિટ અને 3 વર્ષની પ્રોગ્રામ મેમ્બરશિપ.
  2. ₹275/- 3 વર્ષનો ઇન્શ્યોરન્સ બેનિફિટ અને 3 વર્ષની પ્રોગ્રામ મેમ્બરશિપ.
 4. તમે તમારી મેમ્બરશિપ અવધિ દરમિયાન એક્સિડેન્ટલ ડેથ ઇન્શ્યોરન્સ કવર માટે હકદાર રહેશો.

 

ઑનલાઇન નોંધણી કેવી રીતે કરવી

 1. ઇચ્છિત હીરો ટુ-વ્હીલર માલિક/કસ્ટમર હવે હીરો ગુડલાઇફ પ્રોગ્રામમાં હીરો મોટોકોર્પ વેબસાઇટ દ્વારા ઑનલાઇન નોંધણી કરી શકે છે.. શરૂ કરવા માટે, કોઈ વ્યક્તિએ હીરો મોટોકોર્પ સાઇટ પર રજિસ્ટર કરવા અથવા લૉગ ઇન કરવાની જરૂર છે.
 2. સફળ રજિસ્ટ્રેશન અને લૉગ ઇન પછી, તમે ગુડલાઇફ સેક્શન હેઠળ, પ્રોગ્રામ વિશેની વિગતો, તેના બેનિફિટ અને હીરો ગુડલાઇફ પ્રોગ્રામમાં "એનરોલ" કરવાનો વિકલ્પ જોઈ શકો છો.
 3. કૃપા કરીને તમે રજિસ્ટર કરાવવા માંગતા હોય તે હીરો ગુડલાઇફ મેમ્બરશીપ પસંદ કરો. તમે નીચેના બે વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો:
  1. ₹175/- 1 વર્ષનો ઇન્શ્યોરન્સ બેનિફિટ અને 3 વર્ષની પ્રોગ્રામ મેમ્બરશિપ.
  2. ₹275/- 3 વર્ષનો ઇન્શ્યોરન્સ બેનિફિટ અને 3 વર્ષની પ્રોગ્રામ મેમ્બરશિપ.
 4. મેમ્બરશીપનો પ્રકાર પસંદ કરવા પર, મેમ્બરશીપ ફી એ જ સ્ક્રીન પર પ્રદર્શિત થશે
 5. તમારે તમારા નૉમિનીની વિગતો સાથે બેઝિક પ્રોફાઇલ ફોર્મ (KYC) ભરવું પડશે.
 6. કૃપા કરીને તમારો ફોટો અપલોડ કરો (મહત્તમ સાઇઝ 50 kb). આ અમારી કરેલી ભલામણ છે (પરંતુ તે વૈકલ્પિક છે, જો તમે આમ કરવા માંગતા નથી, તો તે બધી રીતે બરોબર છે!)
 7. એકવાર પ્રોફાઇલ સંપૂર્ણપણે ભર્યા પછી, તમને એક પેમેન્ટ ગેટવે પર મોકલવામાં આવશે જ્યાં તમે મેમ્બરશિપ ફી માટે ₹ 175 અથવા ₹ 275ની ચુકવણી કરી શકો છો.
 8. સફળ ટ્રાન્ઝૅક્શન પછી, પેમેન્ટની રસીદ, બિલની કૉપી અને ગુડલાઇફ મેમ્બરશિપની વિગતો સાથે સ્વીકૃતિની રસીદ તમારી રજિસ્ટર્ડ ઈમેઇલ ID પર મોકલવામાં આવશે
 9. ગુડલાઇફ મેંબરશિપ કાર્ડ અને કિટ તમને ચુકવણી કર્યાના 15 દિવસોની અંદર પ્રદાન કરેલા પોસ્ટલ ઍડ્રેસ પર કુરિયર કરવામાં આવશે.
 10. જો યુઝર ઑનલાઇન પ્રોફાઇલ ફોર્મ ભરતી વખતે ડિજિટલ કાર્ડનો વિકલ્પ પસંદ કરે છે, તો ઈ-કાર્ડ મેમ્બરની રજિસ્ટર્ડ ઈમેઇલ ID પર મોકલવામાં આવશે.
વધુ જાણવા માટે કૉલ કરો 18002660018 અથવા અમને આ પર લખો goodlife@heromotocorp.biz

સફળ નોંધણી પર, તમને ઇન્સ્ટા હીરો ગુડલાઇફ મેંબરશિપ કાર્ડ મળશે જે તમને બધા અધિકૃત હીરો મોટોકોર્પ આઉટલેટ્સ પર કરેલા તમારા ખર્ચ બદલ પૉઈન્ટ્સ કમાવામાં મદદ કરશે. તમે પૉઈન્ટ્સ ભેગા કરી શકો છો અને તેમને આકર્ષક માઇલસ્ટોન રિવૉર્ડ્સની રેન્જ અથવા હીરો સર્વિસ/સેલ્સ અવૉર્ડ વાઉચર્સ માટે રિડિમ કરી શકો છો.

હવે નોંધણી કરો
 • છેતરપિંડીથી સાવધાન રહો
 • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
 • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.